વડોદરા માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને સોમવારે 324 નવા કેસ અને મંગળવારે 353 પોઝિટિવ કેસ સાથે બે દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન 40 થી વધુ દર્દીના મોત થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સ માં ચોંકાવનારી માહિતી સામે આવી છે. અગ્રણી મીડિયા ગ્રુપ ના જણાવ્યા મુજબ મંગળવારે એક જ દિવસમાં 25થી વધુ દર્દીની સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરાઇ હતી, જો કે પાલિકાના ચોપડે સત્તાવાર એક જ મોત નોંધાયું હતું,આમ તંત્ર ના આંકડા પહેલે થી જ શંકાસ્પદ રહ્યા છે.
એક મહિના અગાઉ ની વાત કરવામાં આવે તો તે વખતે સરેરાશ 48 સેમ્પલ ચકાસતા એક પોઝિટિવ કેસ આવતો હતો. હવે સંક્રમણની તીવ્રતા વધતાં મંગળવારે સરેરાશ દર 16 ટેસ્ટમાં 1 પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યો છે, શહેરમાં કોરોના બેડ પરના દર્દીઓની સંખ્યાં પહેલીવાર 5073 પર પહોંચી ગઇ છે. જે પૈકી 1857 ICU અને ઓક્સિજન બેડ પર સારવાર લઇ રહ્યાં છે, જે વાસ્તવિક સ્થિતિની ગંભીરતા છે.
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નવા 353 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ વડોદરાની હોસ્પિટલોમાં બેડ પર સારવાર લેતા દર્દીઓની સંખ્યા પહેલીવાર 5000ને વટાવી ગઇ છે. મંગળવારે બેડ પરના દર્દીઓની સંખ્યા 5073 પર પહોંચી ગઇ છે.હોસ્પિટલોમાં હવે 5073 પોઝિટિવ દાખલ દર્દી, 1857 ICU-ઓક્સિજન બેડ પર સારવાર લઇ રહ્યાં છે. જોકે છેલ્લા બે દિવસ સોમવાર-મંગળવાર દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 677 નોંધાઇ હતી. એક મહિના અગાઉ શહેરમાં કોરોનાના નવા રોજિંદા કેસ 44 આવતા હતા. ત્યારે ટેસ્ટિંગ 4822ની આસપાસ થતું હતું. એટલે કે સરેરાશ 48 ટેસ્ટિંગે એક પોઝિટિવ આવતો હતો. ત્યારબાદ વાઇરસ અચાનક જ ચેપી બની ગયો હતો. 30મી માર્ચે 5512 ટેસ્ટિંગમાં 353 કેસ આવ્યાં હતા. હવે 16 ટેસ્ટિંગે એક પોઝિટિવ આવે છે.
આમ આતો માત્ર સરકારી આંકડા છે પણ વાસ્તવિકતા અલગ છે અહીં મોટી સંખ્યા માં સંક્રમણ વધ્યું છે ત્યારે જનતા એ પોતાની સલામતી જાતે જ લેવી પડશે અન્યથા કોરોના નું સંક્રમણ લાગતા કોઈ બચાવી શકશે નહીં ,કામ વગર ભીડ માં ન જવું,માસ્ક અને હાથ સેનેટાઈઝ કરવા એક બીજા થી અંતર રાખવું વગરે સ્વયં નિયમો પાળવા પડશે.
વડોદરા માં કોરોના ના કેસો વધતાં ગોત્રી અને એસએસજી હોસ્પિટલમાં ગાંધીનગર અને ભરૂચથી 47 અને ભાવનગરથી 15 તબીબો બોલાવાયા એસએસજી-ગોત્રી અને આઇડી હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ શિફ્ટ કરીને તેમની સેવાઓનો ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. આ ઉપરાંત વડોદરાની વિવિધ 12 નર્સિંગ કોલેજના 78 નર્સિંગ વિદ્યાર્થીઓને પણ નર્સિંગ સહાયક તરીકે કોરોના ડ્યુટિમાં નિયમિત નર્સિંગ કર્મીઓના સહાયક તરીકે જોડવામાં આવ્યાં છે. એમબીબીએસની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પાસ થયેલા 162 વિદ્યાર્થીઓ પણ તબીબ તરીકે 1લી એપ્રિલથી જોડાશે.
આમ વડોદરા માં કોરોના ની સ્થિતિ વિકટ બનતા તંત્ર હવે ગંભીર બન્યું છે.