વડોદરા માં કોરોના ની સ્થિતિ યથાવત રહી છે અને પોઝીટીવ કેસો વધી રહ્યા છે અહીંના કારેલીબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. એમ. પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 28 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 961 થઇ છે. વડોદરા શહેરમાંકોરોના વાઈરસથી આજે વધુ ત્રણ લોકોના મોત થયા છે.વાડી વચલી પોળ પ્રેમાનંદ કવિની પોળમાં રહેતા 67 વર્ષિય પ્રવિણચંદ્ર ડાહ્યાભાઇ પટેલનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે સવારે તેઓનું મોત નીપજ્યું હતું. ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ચોખંડી વિસ્તારમાં આવેલા મોહનલાલ હાડવૈદના ખાંચામાં રહેતા 52 વર્ષિય રાજેશભાઇ નટવરલાલ પટણીનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓનું વહેલી સવારે મોત નીપજ્યું હતું.આ ઉપરાંત વાડી ભાટવાડામાં રહેતા 74 વર્ષિય શશીકાંત શંકરલાલ સોનીનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.આમ વડોદરા માં કોરોના ની સ્થિતિ માં કોઈ ફેર પડ્યો નથી અને પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા સતત વધતી જઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.
