હાલ કોરોના એ હાહાકાર મચાવ્યો છે ચારે તરફ કોઈને કઇ સમજ પડતી નથી , લોકડાઉન સતત લંબાઈ રહ્યું છે આ બધા વચ્ચે પોલીસ,ડોકટર, સફાઈ કામદારો,પત્રકારો,સ્વયં સેવકો સતત કોરોના ની ખતરનાક સ્થિતિમાં કામ કરી રહ્યા છે બીજા અર્થ માં કહી શકાય કે કોરોના સામે જંગ લડી રહ્યા છે. આ બધા વચ્ચે વાત કરવી છે વડોદરા શહેર ની કે અહીં દાંડીયા બજાર માં એક એવા પોલીસકર્મી જોવા મળ્યા કે જેઓ ના પગે પ્લાસ્ટર હતું છતાં ખુરશી ઉપર બેસીને ખાખી ની વરદી માં સજ્જ થઈ ડ્યુટી બજાવી રહ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પોલીસ કર્મચારી વડોદરા ના રાવપુરા પોલીસ મથક માં ફરજ બજાવતા એએસઆઇ સંતોસ નારાયણ હોવાનું જણાયું હતું અને તેઓને અકસ્માત નડ્યો હતો જેથી તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને 11 ટાંકા સાથે પગમાં ફેક્ચર આવતા ઘરે છ મહિના ની ખાટલો નક્કી હતો અને આરામ ની જરૂર હતી.
પરંતુ તેઓને લાગ્યું કે હાલ મારી દેશને જરૂર હોય ત્યારે પોતે ખાટલા માં પડ્યા રહે તે બરાબર નથી અને અંદર થી દેશભાવના પ્રબળ બનતા તેઓ ડ્યુટી ઉપર હાજર થઈ ગયા હતા અને ખુબજ તકલીફ છતાં કોરોના જંગ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આવા પોલીસ વોરિયર્સ જ્યાં સુધી દેશમાં હશે ત્યાં સુધી કોઈપણ જંગમાં જીત નક્કી છે,સલામ છે સંતોસ ભાઈ ની ફરજનિષ્ઠ ભાવનાને…!!
