વડોદરા માં એક બંધ મકાન માં ચોરી કરવા ઘૂસેલા ત્રણ તસ્કરો પડોશીઓ ની સતર્કતા ને લઈ ઝડપાઇ ગયા હતા.
વડોદરા શહેરના મકરપુરા બસ ડેપો પાછળ આવેલી પાલ્મ વીલ સોસાયટીના એક બંધ મકાનમાં ગત મોડી રાત્રે ઘરમાં ચોરી કરવા ત્રણ ઘૂસેલા તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણા અને ઘડીયાળની ચોરી કરી હતી. પરંતુ બંધ મકાનમાંથી અચાનક અવાજ આવતા પડોશી જાગી ગયા હતા તેઓ એ બહાર થી દરવાજો બંધ કરી પોલીસ ને બોલાવતા એક તસ્કરે સરેન્ડર કર્યું હતું પણ પડોશીઓ એ ઘર માં તપાસ કરવા જણાવતા તપાસ દરમ્યાન પેટી પલંગ માંથી એક અને બીજો માળિયા માં સંતાયેલો શખ્સ મળી આવતા અને પુછતાછ દરમિયાન તેઓ બાંગ્લાદેશી હોવાનું જણાયું હતું.
પોલીસ વધુ તપાસ કરી રહી છે.
