ગુજરાત માં હવે છૂટ થી ઇંગ્લીશ દારૂ આરામ થી મળતો હોવાના કારણે પીવાના શોખીનો વધ્યા છે, ગુજરાત માં દેખાડા પુરતી બંધી હોવાના કારણે દારૂ થોડો મોંઘો પડે છે બાકી જે જોઈએ તે બ્રાન્ડ કોઈપણ શહેર-ગામડાં માં આરામ થી મળે છે ત્યારે વડોદરા માં ખુલ્લા મેદાન માં કાર માં દારૂ ની મોજ માણી રહેલા દારૂડિયાઓ ની મસ્તી જોઈને કોઈએ પોલીસ ને જાણ કરી દેતા દારૂડિયા લોકઅપ ભેગા થયા હતા.
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર લીલેરિયા એપાર્ટમેન્ટની પાછળ ગ્રાઉન્ડમાં કારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી નશાની હાલતમાં 9 શખ્સોની અટકાયત કરી હતી. લીલેરિયા એપાર્ટમેન્ટની પાછળ ગ્રાઉન્ડમાં 2 કાર પાર્ક કરી છે અને તેમાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે, તેવી બાતમીથી પોલીસે દરોડો પાડતાં દારૂડિયાઓમાં નાસભાગ મચી હતી.
સમા પોલીસે ઓલપાડ તાલુકાના સરોલી ગામના પ્રમોદ ઘેલાભાઈ પટેલ, અનિલકુમાર જશવંતભાઈ પટેલ, રાજેશ રામભાઈ પટેલ, હિરેનકુમાર સંતુભાઈ પટેલ, નિરંજન જયંતીભાઈ પટેલ, દલસુખ મનસુખભાઇ પટેલ, જયંત ભગવતીભાઈ પટેલ, જનક ગણપતભાઈ પટેલ, જયેશ બળવંતભાઈ પટેલને ઝડપી લીધા હતા. કારમાંથી વિદેશી દારૂની બોટલ મળતાં પોલીસે તમામની અટકાયત કરી હતી. પોલીસે 2 કાર સહિત કુલ રૂ. 7 લાખની મતા જપ્ત કરી હતી. પોલીસ અનુસાર તમામ લોકો ખેડૂત છે અને તેઓ વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા તેમજ દારૂ ની જાહેર માં મોજ માણતા હોવાની વાત ખુલવા પામી હતી.