વડોદરા માં ધુળેટી પર્વની જોરદાર ઉજવણી ચાલુ છે ત્યારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સલામતી ના કારણોસર ધૂળેટી પર્વે નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વડોદરા ના સાવલી પાસે લાંછનપુર ગામ નજીક મહીસાગર નદીમાં હાથીયો ધરો આવેલો છે, જયાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહીસાગરની નદીની આ જગ્યા યુવાઓ માટે લવ પોઈન્ટ તરીકે ફેમસ છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે મોટી સંખ્યા માં યુવાનો આવતા હોય છે.
સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર ન્હાવા માટેનો પ્રતિબંધ અંગે સૂચના અને ચેતવણી દર્શાવતું બોર્ડ હોવા છતાં પણ યુવાનો અહી ન્હાવા માટે પડે છે. અને મોતને ભેટે છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ગોઝારા હાથીયા ધરાના નામથી ઓળખાતો ધરા માં દર વર્ષે 10થી 12 લોકો હથીયા ધરામાં ડૂબી જવાને કારણે મોતને ભેટે છે.
ત્યારે અહીં ધુળેટી પર્વ દરમ્યાન પ્રતિબંધ લગાવાયો છે અને અન્ય તમામ નદી ના પટ માં જવા પર પાબંધી લગાવાઈ છે.
લોકો હાલ માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મન ભરી ને ધુળેટી પર્વ મનાવી રહ્યા છે.
