વડોદરા માં નવા રોગ મ્યુકોરમાઇકોસિસ ના 7 કેસ નોંધાયા છે અને 10થી 15 દિવસ ની સારવાર નો ખર્ચ જ રૂ.4થી 5 લાખ થઈ જાય છે.રાજ્યભરમાં કોરોના બાદ દેખા દીધેલાનવા રોગ મ્યુકોરમાઇકોસિસ ફૂગને લીધે લોકો માં ભારે ગભરાટ નો માહોલ છે ત્યારે આ નવા રોગે વડોદરા માં દેખા દિધી છે અને અહીં ની એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 7 નવા કેસ સપ્ટેમ્બરથી નોંધાયા છે. આ રોગ કોરોના ન થયો હોય અને ઇમ્યૂનિટી ઓછી હોય તો પણ થઇ શકે તેવું તબીબો નું કહેવું છે.
જોકે આ દર્દીઓની સારવાર દરમિયાન કોઇનું મોત નિપજ્યું ન હતું. પણ બે દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતા. મ્યુકોરમાઇકોસિસ થાય ત્યારે ઘણા કિસ્સામાં આંખ કાઢવી પડે છે. નાકના અસરગ્રસ્ત ભાગને દૂર પણ કરવો પડે છે. આ ફુગના રોગથી પિડાતા દર્દીઓની સારવારનો ખર્ચ પણ મોંઘો હોય છે. તબીબોના જણાવ્યા મુજબ આ રોગની સારવારમાં રૂ. 2500થી રૂ.3000ની કિંમતના મોંઘા ઇન્જેકશન રોજના 4થી 6 જેટલા આપવામાં આવે છે. દર્દીની સારવાર 10થી 15 દિવસ સુધી ચાલતા ટેસ્ટિંગ સહિતનો ખર્ચ રૂ.4થી 5 લાખ જેટલો થઇ જાય છે. જ્યારે એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીની સારવાર ન કરવામાં આવે તો તેને ન્યૂમોનિયા થઇ જાય છે. મગજમાં સંક્રમણ ફેલાતા લકવો પણ થઇ શકે છે. અને દવાઓ ન મળવાથી તેનું મોત પણ થઇ શકે છે. આમ કોરોના બાદ નવા રોગ ને લઈ લોકો માં ચિંતા જોવા મળી રહી છે ત્યારે માસ્ક પહેરવાથી આ રોગ સામે રક્ષણ મળે છે. વિગતો મુજબ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને લાંબો સમય સુધી સ્ટિરોઇડ આપવામાં આવે છે. જો સ્ટિરોઇડ કોઇ ટેસ્ટ કર્યા વિના આડેધડ આપવામાં આવ્યું હોય ત્યારે દર્દીની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઇ જાય છે. જેના પગલે આ ફુગ તુરંત જ અસર કરે છે. બીજું કારણ ટોસિલિઝુમેબ છે. આ ઇન્જેકશનોના ઉપયોગથી પણ ઇમ્યુનિટી ખૂબ જ નબળી પડી જાય છે પરિણામે આ રોગ નો દર્દી ભોગ બનતો હોવાનું પણ તારણ છે.
