વડોદરા માં પોઝીટીવ કેસો વધ્યા છે અને લોકલ ટ્રાન્સમિશન હોવાનું માલુમ પડયું છે એટલે જ ટેંશન પણ વધ્યું છે સોસિયલ ડિસ્ટનિંગ સહિત ના નિયમો નહિ જળવાતા હવે કોરોના એ ઉથલો માર્યો છે. તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો એ જણાવ્યું છે અહીંના કોરોના પ્રભાવિત નાગરવાડા 3 પોઝિટિવદર્દીઓઅગાઉ જે પોઝિટિવ દર્દી નોંધાયો હતો. તેના સંપર્કમાં આવ્યા હોવાનું ખુલ્યું છે. જ્યારે એક કોરોના પોઝિટિવ ડોક્ટર સાદ શેખ વાઘોડિયા રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને આ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા પ્રભાવિત થયા હતા આમ તમામ 4 કેસ લોકલ ટ્રાન્સમિશન ના લીધે વધ્યા હોવાનું જણાયું છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરી છે .આ વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલ તબીબ સાદ શેખ તાંદળજાની મુઆવીન ટ્રસ્ટની હોસ્પિટલમાં જતા હતા. જ્યાં તેઓ એ અનેક દર્દીઓને તપાસ્યા હતા. આ માહિતી બહાર આવ્યા બાદ તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. અને આજે બીજા દિવસે તાંદલજા વિસ્તારને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોના7 હજાર લોકોનું મોડી રાત્રે જ સ્ક્રિનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબનું તાંદલજા કનેક્શન બહાર આવતા તાંદલજા વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં બુધવારે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. આજે વધુ 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 22 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોના વાઈરસના કેસો વધે તેવી શક્યતા
વડોદરા શહેરના નાગરવાડાને હોટસ્પોટ જાહેર કરાયા બાદ આ વિસ્તારમાં કેસો સતત વધી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટવ 9 કેસો સામે આવ્યા છે. જોકે તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આવા સમયે કોરોના વાઈરસના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે. આમ વડોદરા માં હવે લોકડાઉન નો કડક અમલ કરવો ખુબજ જરૂરી બન્યો છે અન્યાથા રોગચાળો વકરે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
