હાલ માં માસ્ક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વડોદરા માં યોગ્ય રીતે માસ્ક નહિ પહેરનાર કોંગ્રેસ નેતા ના બહેનને પોલીસે અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દેતા મામલો ગરમાયો છે પોલીસે નેતા ના ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી આપી હોવાના અક્ષેપો થતા હવે રાજકારણ ગરમાયુ છે. જોકે,આ અગાઉ કેટલાક ભાજપ ના કાર્યકરો ને પણ આ પીએસઆઈ એ ડંડા મારી રોડ ઉપર દોડાવ્યા હતા.
વિગતો મુજબ અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન ગત મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા તે વખતે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે આવી ગયું હતું પરિણામે ત્યાં હાજર પોલીસે તેમને અટકાવી રૂ.એક હજારનો દંડ ભરવો પડશે તેમ જણાવતા કરી બહેન ઘરે થી પર્સ લીધા વગર નીકળ્યા હોવાથી તેઓ એ પોતાના કોંગ્રેસ ના પૂર્વ સાંસદ એવા ભાઈ સત્યજિત ગાયકવાડ ને મોબાઇલ પર વાત કરી 1000 રૂપિયા લઇ બગીખાના ત્રણ રસ્તા આવવા જણાવ્યું હતું પરિણામે સત્યજીત ગાયકવાડ પૈસા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા તે વખતે ત્યાં હાજર પોલીસે પાવતી પુરી થઇ હોવાથી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા જણાવતા તેનો વિરોધ કરતા પીએસઆઈ પટેલ ઉશ્કેરાય ગયા હતા અને અયોગ્ય વર્તન કરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. વડોદરાના પૂર્વ સાંસદ પોલીસની તુમાખી જોઇ સમસમી ગયા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા. આ ઘટના સંદર્ભે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો છે. ગુરૂવારે કોંગી અગ્રણીઓ પીએસઆઈ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને રજુઆત કરશે.જોકે, પોલીસ નું કહેવું છે કે માત્ર ઝપાઝપી થઈ હતી.
બીજી તરફ પીએસઆઈ પટેલે બે દિવસ અગાઉ ભાજપના કાર્યકરો સાથે પણ ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી દંડાવાળી કરી હતી. જેના પગલે સ્થાનિક વોર્ડના ભાજપના કાર્યકરોએ શહેર ભાજપ કાર્યાલય પર જઇ મહામંત્રીને રજુઆત કરી હોવાની વાત પણ સામે આવતા આ નેતાઓ ઉપર આકરા પાણી એ થનાર પીએસઆઈ પટેલ વડોદરામાં ફેમસ થઈ ગયા છે.
