વડોદરા માં ફિઝિયોથેરાપી ની વિદ્યાર્થીની ની હોસ્ટેલ ના 7 માળે થી કૂદી આત્મહત્યા કરી લેતા રહસ્ય ઉભું થયું છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.વડોદરા ના વાઘોડિયા પીપળિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં ફિઝિયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી સુરત ની વિદ્યાર્થિનીએ કોઈ અગમ્ય કારણોસર ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળેથી નીચે કૂદી જઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. આ વિદ્યાર્થીની હજુ તો 4 જાન્યુઆરીએ જ હોસ્ટેલમાં આવી હતી અને એવું તો શું બન્યું કે તેણે આત્મહત્યા કરવી પડી તેના કારણો પોલીસ તપાસી રહી છે.
વિગતો મુજબ સુમનદિપ વિદ્યાપીઠની વામા ગર્લ્સ હોસ્ટેલના 7મા માળે આવેલા રૂમ નં. 324 નો રૂમ માં રહી શ્રુતિ નિલેશભાઈ નાયક (ઉ.વ.21) (મુ.સાંખી, તાલુકો, પલસાણા, સુરત) ફિઝિયોથેરાપીના છેલ્લા (ચોથા) વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખેડૂત છે. શ્રુતિ કોલેજ શરૂ થતાં 4 જાન્યુઆરીના રોજ સુમનદિપ વિદ્યાપીઠ આવી હતી. ગતરોજ સવારે યુવતીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પાછળની ગેલેરીમાંથી કૂફકો મારી આપઘાત કરી લીધો હતો. ગર્લ્સ હોસ્ટેલના ચીફ વોર્ડન તેમજ સિક્યુરિટી ગાર્ડને કાંઈ પડવાનો અવાજ આવતાં તેઓ બિલ્ડિંગના પાછળના ભાગે દોડી આવ્યા હતાં. જ્યાં વિદ્યાર્થિનીને નીચે પડેલી જોઈ તેમજ તેના માથાના ભાગે ગંભીર ઈજા હોવા ઉપરાંત તે બેભાન જોતાં તેને ધીરજ જનરલ હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. જ્યાં વિદ્યાર્થીનીનું સારવાર બાદ મોત થયું હતું.
વિદ્યાર્થિનીના આપઘાતને પગલે પરિવારજનો દોડી આવ્યા હતા જેઓ ભાંગી પડ્યા હતા.
આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર જઇ વધુ તપાસ હાથ ધરી છે.
