વડોદરા ના માણેજા વિસ્તારમાં ત્રણ નાની બાળકીઓ ને ચોકલેટ આપી તેઓના કપડાં કાઢી ગંદુ કામ કરનારા ઉંમર લાયક કાકા રજનીકાંત મહાતો ની પોલીસે કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ધરપકડ કરી લીધી હતી. આધેડ અંકલ સામે બળાત્કાર અને પોસ્કો એક્ટ ની કલમ લાગતા હવે તેને સજા મળશે.
આરોપી રજનીકાંત તેની પત્નિ અને બાળકની ગેરહાજરી હોય ત્યારે ફ્લેટમાં જ રહેતી 3 બાળકીઓને ચોકલેટ-આઈસ્ક્રિમ આપવાની લાલચ આપી બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. દરમ્યાન આજ ફ્લેટમાં આ બાળકીઓ ના ઘરે ટ્યુશન માટે જતી ટીચરે બાળાઓ ને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજણ આપી હતી અને તેઓ ને આવો કોઈ અનુભવ થયો છે કે કેમ તે પૂછતાં બાળકીઓએ રજની અંકલ અમને અનેકવાર બેડ ટચ કરી ચુક્યાં હોવાની વાત કરતાં ટીચર ચોંકી ઉઠી હતી. મહિલાએ તુરંત બાળકીઓના પરિવારજનોને આ વાત કહેતા આરોપી રજનીકાંત વિરૂધ્ધ મકરપુરા પોલીસમાં બળાત્કાર- પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે આધેડ નો કોરોના રિપોર્ટ કર્યા બાદ તેનો રીપોર્ટ નેગેટિવ આવતા તેને પાંજરે પૂર્યો હતો.
