વડોદરા માં કોરોના ના કેસો વધી જતાં ભારે ચિંતા જોવા મળી રહી છે અહીં છેલ્લા બે દિવસમાં જ ઓક્સિજનની માગ સીધી 63 મેટ્રિક ટન થઈ જતા તેની ગંભીરતા સમજી શકાય છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં માત્ર 12 ઓક્સિજન બેડ ખાલી રહયા છે. સયાજી હોસ્પિટલમાં માત્ર બે ઓક્સિજન બેડ ખાલી પડતાં રાતોરાત સર્જીકલ વિભાગમાં 50 કોવિડ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અહીં સતત કેસો વધી રહ્યા છે.
ગોત્રી હોસ્પિટલમાં બુધવારે કોવિડ દર્દીઓનો આંકડો 600ને પાર પહોંચી જતા તાત્કાલિક નવા 50 બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારે માત્ર ઓક્સિજન માત્ર બે જ બેડ ખાલી રહેતા તંત્ર દોડતું થઈ ગયું છે, ન્યૂ સર્જીકલ વિભાગમાં આવેલા B2 વોર્ડમાં 12 કલાકમાં જ 50 બેડ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે આગામી 12 કલાકમાં B1 વોર્ડમાં બીજા 50 બેડ ઉભા કરાયા છે.
આગામી બે દિવસમાં બેડની સંખ્યાને 725 સુધી વધારવાની તૈયારી બતાવી છે. તદુપરાંત આ વીકમાં 850 જેટલા બેડ તૈયાર કરવામાં આવશે. પાયોનિયર હોસ્પિટલમાં પણ ઓએસડી, કલેક્ટર અને ડીડીઓની મુલાકાત લીધી હતી.અહીં 100 દાખલ દર્દી પૈકી 10 વેન્ટીલેટર પર છે.
વડોદરા માં કોરોના ના કેસ વધતા હવે તંત્ર દોડતું થઈ ગયું છે કેસો સાથે મૃત્યુઆંક પણ વધતા ચિંતા પ્રસરી છે.
