રાજ્ય માં ચુંટણીઓ નો માહોલ છે અને પ્રચાર બંધ થયો છે પણ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે ચુંટણી પ્રચાર ના અંતિમ દિવસે વડોદરા માં ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે.
નોંધનીય છે કે ગઈકાલે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી, જેને કારણે ઠેર-ઠેર ચક્કાજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. વડોદરા શહેરના વોર્ડ નં-16માં કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારોએ પ્રચાર રેલી કાઢી હતી, તે વાઘોડિયા રોડ અને ડભોઇ રોડ ઉપર સામસામે આવી જતાં કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી, એ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ પર હુમલો કર્યો હતો, જેથી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લાઠીયુદ્ધ, પથ્થરમારો તથા છુટ્ટાહાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં.
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચાલતી મારામારી સમયે હાજર રહેલી પોલીસે તેમને છુટ્ટા પાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસને પણ તેઓ ગાંઠતા નહોતા, જેથી રાજકીય મોરચે ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે મામલો ગરમાયો હતો. આમ વડોદરા માં થયેલી મારામારી ને લઈ રાજ્ય માં આ બનાવ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
શુક્રવાર, મે 16
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા