વડોદરા માં ઉનાળા નો આકરો તડકો શહેરીજનો ને અકળાવી રહ્યો છે અને ભારે બફારા ના માહોલ વચ્ચે સવારે વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સાડા આઠ વાગ્યા ના અરસા માં ગોત્રી સહિત ના વિસ્તારમાં વરસાદ પડતાં ઠંકક પ્રસરી હતી.
જોકે, આકાશ માં વીજળી સાથે પડેલા વરસાદે નાનકડા ઝાપટા સાથેજ વીદાય લીધી હતી પરિણામે જોઈએ તેવી ઠંડક મળી નહતી પરંતુ થોડી રાહત જરૂર જણાય હતી.
હવામાન વિભાગ દ્વારા 29 મેં થી 3 જૂન દરમ્યાન વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે 29 મી એ વરસાદે પોતાની હાજરી પુરાવ્યાં નું સાબિત થયું હતું.
