કોરોના ના વધતા જતા પ્રભાવ વચ્ચે વડોદરા માં હાલ ની સ્થિતિ જોતાં કોરોના નો આંક માત્ર 15 દિવસ માં જ 1000 સુધી પહોંચી જવાની શક્યતા આઈ એએસ અધિકારી ડો.વિનોદરાવ એ વ્યક્ત કરી છે તેઓએ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીત માં મીડિયા ને જણાવ્યું હતું કે વડોદરા ના નાગરવાડા માંથી મળી આવેલા કેસો ખુબજ ચિંતાજનક છે અને ત્યાંથી પહેલો કેસ ડિટેકટ થતાંજ લોકલ ટ્રાન્સમિશન આગળ ન ફેલાય તે માટે રેડઝોન કરી તાંદળજા સુધી મળેલા સંપર્કો ને ધ્યાને લઇ તે વિસ્તાર પણ રેડઝોન જાહેર કરાયો છે.પરિણામે પ્રાથમિક તબક્કા માં સ્થિતિ ઉપર કંટ્રોલ કરી શહેર ના અન્ય હિસ્સાઓ સુધી ચેપ ન ફેલાય તેવા પગલાં ભર્યા છે અને આગોતરી તૈયારીઓ ના ભાગરૂપે દવા તેમજ મેડિકલ સ્ટાફ વધારી દેવાયો છે ઉપરાંત ગોત્રી ઇએસ આઈ હોસ્પિટલમાં પણ 200 બેડ ની વધારા ની વ્યવસ્થા સિવાય 2000 સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે અને જરૂર ન હોય તેવા માટે હોમ આઇસોલેટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલુંજ નહિ પણ જરૂર પડશે તો પ્રાઇવેટ હોસ્પિટલ ની મદદ લેવાશે ઉપરાંત આઇએમએ સાથે સંકલન કરી દર્દી નો ડેટા તાત્કાલીક મળી જાય તેવી સિસ્ટમ અમલ માં મુકવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે શિક્ષણ સચિવ ની જવાબદારી સંભાળતા ડો. વિનોદ રાવ હાલ માં છેલ્લા 21 દિવસ થી કોરોના ને કાબુ લેવાની વ્યૂહ રચના માટે બરોડા મા મુકવામાં આવ્યા છે તેઓ આ શહેર ના ભૂગોળ અને એરિયા મુજબ લોકો ના વ્યવહાર થી પરિચિત હોય તેઓને બરોડા ની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ એ ઉમેર્યું કે લોકો લોકડાઉન પાળે તે જરૂરી છે નહીં તો સંક્રમણ વધવાની શકયતા જણાય તો સંપૂર્ણ કરફ્યૂ લાદવા જેવા કડક એક્શન પણ લેવાશે.
