વડોદરા માં ચાલુ બાઇક ઉપર માસ્ક વગર જ ફોન ઉપર વાત કરતા જતા પોલીસ કોન્સ્ટેબલ ને અટકાવી કેટલાક યુવાનો એ પોલીસ થઈને નિયમો કેમ તોડો છો તેમ કહી વીડિયો ઉતાર્યો હતો જેમાં આ પોલીસમેને પોતે માસ્ક અને રૂમાલ ઘરે ભૂલી ગયા હોવાની વાત કરી યુવાનો ને વિડીયો નહિ ઉતારવા આજીજી કરી હતી પણ યુવાનો એ કહ્યું કે અમે પણ ભૂલી જઈએ છીએ ત્યારે પોલીસ દંડ વસુલ કરે જ છે તમે પણ નિયમો નો ભંગ કર્યો છે તેથી ચાલુ બાઇક ઉપર મોબાઈલ માં વાત કરવી,માસ્ક નથી અને બાઇક નો નંબર પણ નથી તો બાઇક ડિટેઇન કરી નિયમો ના ભંગ બદલ દંડ ભરવા જણાવી ક્યા પોલીસ સ્ટેશનમાં નોકરી કરો છો તો તેણે બપોદ પોલીસ સ્ટેશન જણાવ્યું હતું જોકે, આ વિડીયો મીડિયા માં વાયરલ થતા પોલીસ કમિશનરે તપાસ નો આદેશ આપતા આ કોન્સ્ટેબલ બપોદ નહિ પણ વડોદરા પોલીસ કન્ટ્રોલ રૂમ માં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રમેશ ગોવિંદભાઇ હોવાનું બહાર આવતા તેઓ ને તાત્કાલીક અસર થી સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસબેડામાં સોપો પડી ગયો છે.
