કોરોના વાઈરસ ની ઇફેક્ટ દરેક જગ્યા એ જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેર માં એક લગ્ન પ્રસંગ માં વાઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં વર અને કન્યાએ માસ્ક પહેરીને લગ્ન કર્યાં હતા. લગ્નમાં આવેલા તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. આ ઉપરાંત જાનૈયાઓ માટે ખાસ સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોરોના વાઈરસને કારણે અમદાવાદથી આવેલા તમામ જાનૈયાઓને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. અને સેનેટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવ્યા હતા. અમદાવાદથી લગ્ન કરવા આવેલા વરરાજા શશાંત જાધવ અને કન્યા નિધી ભરતભાઇ સોનુણેએ પણ માસ્ક પહેરીને લગ્ન કર્યાં હતા. આમ અહીં લગ્ન પ્રસંગ માં એક થી વધુ લોકો એકત્ર થતા સરકાર ની ગાઈડ લાઈન મુજબ સાવચેતી ના પગલાં લેવાયા હતા.
