વડોદરા માં ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દી નું મોત થયું હોવાના અહેવાલ છે. પંચમહાલ ના 78 વર્ષ ના વૃદ્ધ ને વડોદરા ખાતે લવાયા હતા અને 2 દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવતા તેઓ અત્રે ની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરીના પોઝીટીવ આ મૃતક દર્દી ની સારવાર કરનાર ડોકટર અને નર્સ મળી કુલ 9 ને કોરોન્ટાઈન કરાયા છે.
