વડોદરા ના અકોટા વિસ્તારમાં શ્રી રેસીડેન્સી અને હાર્દીક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે વેબસાઇટ પર ચાલી રહેલા વર્ચુઅલ લાઇવ સેકસ કોલ સેન્ટર નો પર્દાફાશ થયો છે,જે.પી.રોડ પોલીસે લાઇવ સેકસ કોલ સેન્ટર ચલાવી રહેલા એક ઈસમ ને ઝડપી લઇ તેની સહાયક અમી પરમાર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.
પોલીસે કોલ સેન્ટરમાંથી બે યુવતી સાથે 11 લેપટોપ, મોબાઇલ ફોન, ટીવી રાઉટર તથા સેકસ ટોયઝ અને વેબકેમેરા મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે રેય ડિઝાઇ્ન વર્લ્ડ નામની આર્કિટેકટ ડિઝાઇનીંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તા અને કારેલીબાગ માં રહેતી અમી પરમાર નામની યુવતી બન્ને સાથે મળીને વર્ચુઅલ સેકસ રેકેટ ચલાવતા હોવાનો ભાંડાફોડ થયો હતો, બંને જણા અહીં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાની વાત નો ખુલાસો થયો છે. પોલીસે બંને મકાનોમાં દરોડા પાડી 2 યુવતી ની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો અને લાઇવ સેકસ કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવાયેલા 11 લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, 2 ટીવી તથા 2 નંગ રાઉટર 2 સેકસ ટોયઝ અને અર્ટીંગા કાર મળીને 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નિલેશ ગુપ્તાની પુછપરછમાં બહાર આવ્યું હતું કે તે વર્ચુઅલ લાઇવ સેકસ કોલ સેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર આ યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને લલચાવી લાઇવ ચેટીંગ કરવા અને જરુર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપતી હતી. ગ્રાહકો પૈસા નાખી મજા લેતા હતા અને તે થકી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાનું બહાર આવ્યુ છે. હાલ કોઈ કામધંધો નહિ હોવાથી યુવતીઓ આવા ગોરખધંધા માં ફસાતી જતી હોવાની વાત પણ સપાટી ઉપર આવી રહી છે.
