વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાં ભેદી સંજોગો માં 31 જેટલા કાચબા ના મોત થઈ જતા જીવદયા પ્રેમીઓ માં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આજે સવારે તળાવમાં કાચબા મૃત હાલત માં પાણી ઉપર તરતા જોઇને સ્થાનિક લોકોએ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને જાણ કરી હતી. જેથી તેમની ટીમ પહોંચી ગઇ હતી અને વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાચબાના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે
વડોદરા વન વિભાગના RFO ના સૂત્રો ના જણાવ્યા મુજબ કોઇ વ્યક્તિએ વિસ્ફોટક પ્રદાર્થ ફોડવાના કારણે કાચબાના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાચબાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ તેઓ એ ઉમેર્યું હતું.
કાચબા શિડ્યુલ-1નું પ્રાણી છે, જેથી આ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવ ને લઈ લોકો માં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.
