વડોદરા ના સેવાસી રોડ ઉપર BMW કાર સળગી ઉઠતા ભારે દોડધામ મચી હતી.
આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ના લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરા નજીક સેવાસી રોડ ઉપર આવેલા કાર સર્વિસ સ્ટેશન માં આ કાર સર્વિસ માટે આવી હતી અને મહાપુરા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા 81 વર્ષીય રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જામદારે ની માલિકી ની આ કાર હોવાનું અને સર્વિસ સ્ટેશનમાં સર્વિસ માટે આપી હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે સર્વિસ સ્ટેશનની બહાર જ BMW કારમાં આગ લાગી હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી પણ કારને સર્વિસ કરી દેવામાં આવી હતી અને ટેસ્ટ લઈને પરત ફર્યા ત્યારે કારમાંથી ધુમાડો નીકળ્યો હતો. ધુમાડો નીકળતાની સાથે ચાલક બહાર આવી ગયા બાદ કારમાં આગ ફાટી નીકળી હોવાનું સૂત્રો એ જણાવ્યુ હતુ.