વડોદરા શહેરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે અને આજેવધુના 2 મહિલાના મોત થતા મૃત્યુઆંક 17 ઉપર પહોંચ્યો છે. ઉપરાંત અત્યંત ચોંકાવનારી વાત સામે આવી છે તેમાં વડોદરા શહેરમાં 7 પત્રકારો સહિત 16 પોઝિટિવ કેસ નોધાયા છે. 7 પત્રકારો પૈકી 4 પત્રકારો દિલ્હીના હોવાની વિગતો જાણવા મળી છે. જેનાથી કેટલાય લોકો સંપર્ક માં આવ્યા હોવાની ભીતિ ઉભી થઇ છે અને સંપર્ક માં આવેલાઓ ને કોરોન્ટાઇન કરવા તંત્ર ધંધે લાગી ગયું છે. દરમિયાન વાઘોડિયા રોડ પર પ્રથમ કેસ નોંધાયો હોવાની વિગતો સામે આવી રહી છે.દરમ્યાન પત્રકારો સંક્રમિત થતા તંત્ર માં ટેંશન ઉભું થયું છે પત્રકારો માં કોરોના વાયરસ નું સંક્રમણ ને લઈ સબંધિત વિભાગ,પોલીસ,ડોકટર,નેતાઓ વગેરે નું પણ ટેસ્ટિંગ કરાશે હાલ તો તંત્ર માં આ વાત થી ચિંતા ઉભી થઇ છે.
