વડોદરા માં બગીખાના વિસ્તારમાં આવેલી રાજસ્થંભ સોસાયટીમાં આવેલી દુકાનમાં ખરીદી કરવા આવેલી 11 વર્ષની બાળાને જોઈ વાસનામય બનેલા દુકાનના માલિક 72 વર્ષિય દાદા એ છેડછાડ કરી હોવાનું સામે આવતા મામલો નવાપુરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો જે ગુનામાં પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે. ભવિષ્યમાં આ વૃદ્ધ દ્વારા કોઇ બાળકી, કિશોરી ને પોતાની હવસ નો શિકાર ન બનાવે તે માટે સ્થાનિક મહિલાઓ એ પોલીસ મથકમાં જઇ વૃદ્ધની દુકાન બંધ કરાવી દેવા માંગણી કરી હતી.
નવાપુરા પોલીસ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે શરદબાબુ નામના 72 વર્ષિય વૃદ્ધ બગીખાના વિસ્તારની રાજરત્ન સોસાયટીમાં દુકાન ધરાવે છે. વૃધ્ધના સ્ટોર પર બપોરના સમયે બાળકી ખરીદી માટે આવી હતી. તે દરમિયાન દાદા વાસના લોલૂપ બન્યા હતા અને પોતાની જાત પર કંટ્રોલ કરી શક્યા ન હતા અને વૃધ્ધે બાળકી ને પકડી શારીરીક છેડતી કરી હોવાનું બાળકી એ જણાવ્યું હતું .આ ઘટના અંગે સાંજના સમયે બાળકીએ પોતાના પિતાને જાણ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ ઘટના અંગે નવાપુરા પોલીસને જાણ કરતા પોલીસે 72 વર્ષ ના શરદબાબુ નામના દાદાની ધરપકડ કરી હતી.
