કોરોના હજુપણ યથાવત છે અને ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ આવી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હવે સક્રિય થઈ ગયા છે અને ચુંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી છે.
આજથી CR પાટીલ બે દિવસ માટે વડોદરામાં રહી ચૂંટણીને લઇને સંગઠનના હોદ્દેદારો, સાંસદો સાથે બેઠક કરશે
સી. આર. પાટીલની વડોદરા ની મુલાકાતને લઇને શહેર ભાજપમાં ચહલપહલ જોવા મળી રહી છે. ચૂંટણીને લઇને ઉમેદવારો પસંદગી મુદ્દે નિર્ણય લેવાશે, આજે સાંજે યુવા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રક્તતુલા કરવાનો કાર્યક્રમ પણ યોજાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં 2015 દરમિયાન કુલ 76 કોર્પોરેટરમાંથી 58 કોર્પોટેર ભાજપના ચૂંટાયા હતા જે પૈકી અમુક કોર્પોરેટરની પક્ષ ટીકિટ કયાઈ શકે તેવી ચર્ચા છે. હાલના 58માંથી 40 જેટલા કોર્પોરેટરો રિપિટ થાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
