કોરોના ના ભરડા માં સપડાયેલા વડોદરા શહેરમાં કોરોના વાઈરસનાવધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને વધુ એક આર્મી ના જવાન ને કોરોના નો ચેપ લાગતા કુલ ચાર આર્મી ના જવાનો સંક્રમિત થયા છવા અન્ય કોરોના ના દર્દીઓ માં શહેર ના સરદાર ભવનનાખાંચામાં 2 પોઝિટિવ કેસ નોંધાતા સાવચેતી ના ભાગરૂપે આ વિસ્તારને સીલ કરાયો છે. આજે એક દિવસમાં વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસપોઝિટિવ કેસની સંખ્યા 223 ઉપર પહોંચી છે.
વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા વધુ એક આર્મી જવાન બોલેન દરોગાબાબુ(ઉ.30)નો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવઆવ્યો છે. આ પહેલાગુરૂવારે વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં આર્મીના 3 ક્રાફટસમેનનાકોરોના પોઝિટિવ આવ્યાહતા. આમ વડોદરા શહેરમાં 4 આર્મી જવાનના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં માં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 223 ઉપર પહોંચી ગઇ છે.આમ બરોડા માં કોરોના નો કહેર યથાવત રહેવા પામ્યો છે અને ગોત્રી,સમાં વગેરે વિસ્તાર ના દર્દી નોંધાયા છે ત્યારે લોકો હવે જાતેજ નિયમો નું પાલન કરે તે જરૂરી બન્યું છે.
4સૈનિક ક્રાફટસમેન(કારીગર)ને કોરોનાનું સંક્રમણ કયાંથી લાગ્યુ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમને એક જ દિવસમાં એક જ ATMમાંથી નાણાં ઉપાડતી વખતે ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ત્રણ જવાનોની સાથે 28 જવાનો સંપર્કમાં હોવાથી તાત્કાલિક અસરથી તમામ 28 જવાનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જે ATMમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. તે એટીએમને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંતઇએમઇ કેન્ટોનમેન્ટમાં પણ સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે.આમ મિલિટરી કેમ્પ માં ટ્રેનિંગ લઈ રહેલા જવાનો માં આ વાયરસ ના સંક્રમણ ને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
