વડોદરા માં વારસીયા ખાતે આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજી થી આશાસ્પદ સાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડતા યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં યુવતીનું આજે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપીકાર્યવાહી હાથ ધરી છે. યુવતી ના પરિવાર જનો એ હોસ્પિટલ સામે આક્ષેપો કરી પોતાની દીકરી ખોવી પડી હોવાનું મીડિયા ને જણાવ્યુ હતું.
1 જુનના રોજ યુવતીને માત્ર ગૂમડું થતા નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.
આજવા રોડ ઉપર સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદિપસિંહ રાવત એમ.આર. તરીકે કામ કરે છે. ભોપાલમાં માખી ઉપર રીસર્ચ કરી રહેલી તેમની દીકરી આકાંક્ષા શાહ લોકડાઉનના કારણે હાલ પોતાના ઘરે વડોદરા આવી હતી. તેને બેક સાઇડમાં ગુમડું થયું હતું. આથી તેના પિતા તેને 1જુનના રોજ વારસીયા રીંગ રોડ ઉપર આવેલી ઓર્થોપેડિક નિસર્ગ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડો. શ્વેતા શાહે પ્રાથમિક તપાસ કરીને યુવતીના પિતાને જણાવ્યું હતું કે, ગુમડામાં પશ થઇ ગયું છે. નાની સર્જરી કરીને પશ કાઢવું પડશે. પિતાએ સર્જરી કરવાની મંજૂરી આપવા સાથે જણાવ્યું કે, દીકરીને બેભાન કર્યા વિના સર્જરી કરવા સુચન કર્યું હતું. પરંતુ, ડોક્ટરે કહ્યું કે, બેભાન કર્યા વિના સર્જરી શક્ય નથી.
દરમિયાન, આકાંક્ષાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા. અને ઓપરેશન પૂર્વે તેને એનેસ્થેસીયા આપીને ઓપરેશન કરવાની તૈયારી કરી હતી. પરંતુ, એનેસ્થેસીયા આપતાની સાથે જ આકાંક્ષાના ધબકારા વધી જતાં અને શ્વાચ્છોસ્વાસમાં તકલીફ થતાં તુરત જ તેણે નજીકમાં આવેલી બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર આપ્યા બાદ ફતેગંજ નરહરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું આજે મોત નિપજ્યું હતું.આમ તબીબો ની બેરકારી સામે આવી છે અને માત્ર ગૂમડાં જેવા સામાન્ય ઓપરેશન માટે જીવ ગુમાવતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે
