જ્યારે કોરોના નો તબકકો શરૂ થયો ત્યારે જીવ ના જોખમે કામ કરવા રાજી થયેલા એક હજાર જેટલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેનાર વડોદરા ની સયાજી હોસ્પિટલમાં હવે કેસો ઘટવા માંડતા જીવના જોખમે કોરોના વોર્ડમાં ફરજ બજાવનાર કર્મચારીઓ ને છુટા કરવા સામે વિરોધ શરૂ થયો છે, સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને અત્યાર સુધીમાં ધીરે ધીરે 600 જેટલા કર્મચારીઓને છુટા કરી દેવાતા ભારે હંગામો થયો છે.
વડોદરા માં સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે સવારે ઓફિસ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઇ કે તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે જેને લઇને કોવિડ વોર્ડના કર્મચારીઓએ એકત્રિત થઈને કોન્ટ્રેક્ટર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં હતા. તો ચોથા વર્ગના કર્મચારીઓનો છેલ્લા 2 મહિના નો પગાર પણ બાકી છે. તેવામાં અચાનક ફરજ પરથી છૂટા કરી દેવાતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ કર્મચારીઓએ બાકી પગાર સાથે ફરી ફરજ પર લેવા માંગ કરી હતી.
આજે કોવિડ વોર્ડ બહાર છુટા કરાયેલા તમામ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવામાં આવ્યો હતો. આ તમામ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ વાત ઉપર થી સાબિત થાય છે કે વડોદરા માં કોરોના ના કેસ માં ઘટાડો થઈ ગયો છે અને હવે વધુ સ્ટાફ ની જરૂર નથી.
