રાજ્ય માં વરસાદી માહોલ ચાલુ છે અને મોટાભાગે આકાશ વાદળો થી ગોરંભાયેલું જોવા મળી રહયું છે ત્યારે અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશન ક્રિએટ થતા હવે આગામી 5 દિવસ સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગતરોજ સોમવારે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અડધો ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશનના પગલે મોનસુન એકટીવીટી વધી છે. વડોદરામાં આગામી 5 દિવસોમાં ઠંડરસ્ટ્રોમ ના પગલે વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ સોમવારના રોજ શહેરનું મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 26.4 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું.બીજી તરફ મંગળવારે ઠંડરસ્ટ્રોમ ના પગલે વરસાદ પડવાની આગાહી છે.સોમવારે શહેરમાં વરસાદ થતાં ગરમીનો પારો 1.2 ડીગ્રી ઘટયો હતો. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં 21 મિમી,પાદરા તાલુકામાં 5 મી.મી,વડોદરા તાલુકામાં 11 મી.મી, સાવલી 6 મી.મી અને શિનોરમાં 1 મી.મી વરસાદ ખાબક્યો હતો. આજે સવાર માં આકાશ માં વાદળો જોવા મળ્યા હતા અને એકંદરે વાતાવરણ માં ઠંડક રહી હતી. ત્યારે આગાહી મુજબ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
