વડોદરાઃ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે દેશનાં તમામ નાગરિકોને 22 માર્ચ, રવિવારે સ્વયંભૂ જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરતા સમગ્ર દેશ સહિત ગુજરાત માં સવાર થીજ લોકો એ તેનો અમલ કરી દેતા બજારો સુમસાન નજરે પડી હતી રાજય માં આગલા દિવસ થી જ પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને રવિવારે કામ વગર ઘરમાંથી ન નીકળવાનીસાથે જનતા કર્ફ્યૂમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. વડોદરા માં પણ સવાર થી જ લોકો એ ઘર માંથી બહાર નીકળવાનું ટાળતા વડોદરા ની બજારો સુમસાન નજરે પડી હતી, કલેક્ટર શાલિની અગ્રવાલે જનતાને જનતા કરફ્યુ નું પાલન કરવા અપીલ કરી છે, જોકે જનતા કર્ફ્યૂના દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓનુંવેચાણ ચાલુ રહેશે. જેથી લોકો દૂધ, શાકભાજી કે પછી અનાજ ખરીદવા નીકળી શકશે. પરંતુ તેના માટે શહેરીજનોને પેનિક થવાની જરૂર નથી. જ્યારે 60 વર્ષથી વધુ વયધરાવતાં વડીલો અને બાળકોને ઘરમાંથી બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે. આજે જનતા કર્ફ્યૂ બાદ આગામી 25 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર કરાતાંજીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજો માટેના બજારો બંધ રખાશે.માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે.આમ વડોદરા સહિત અમદાવાદ , રાજકોટ , સુરત માં પણ લોકો સવાર થીજ બંધ માં જોડાયા હતા અને પોલીસ તેમજ મીડિયા કર્મીઓ ફરજ ના ભાગરૂપે બહાર ફરતા નજરે પડ્યા હતા .
