વડોદરા માં કોરોના નો કેર યથાવત રહ્યો છે અને વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા 18 કેદીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સાથે જ વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 4102 પર પહોંચી ગયો છે. આજે વધુ બે દર્દીના મોત થયા છે. આ સાથે ગત રોજ વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3233 દર્દી રિકવર થયા છે. ગતરોજ વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે.
વડોદરામાં હાલ કુલ 795 દર્દીઓ સારવાર હેઠળ નોંધાયેલા કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 615 દર્દીની હાલત સ્થિર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
