ગુજરાતમાં દારૂબંધી ની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે અને લાખ્ખો રૂપિયાનો દારૂ રોડ ઉપર વહન થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીકની હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બંધ બોડીના એક ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવા અંગેની માહિતી મળતા સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે આ ટેમ્પોની તલાસી લેતા રૂ. 18 લાખથી વધુની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લઈ ટેમ્પો ચાલક અશોક સિંઘ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમ્યાન ટેમ્પોમાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું.
હરણી પોલીસ મથકની હદમાં આ વિસ્તાર આવતો હોય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા વિદેશી દારૂ અને આરોપીને હરણી પોલીસ મથકને સોંપી ફરિયાદ નોંધાવી છે. હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
