વડોદરા GST ચોરીનું એપી સેન્ટર બની ગયું છે, ધ્રુવ શાહ અને મોબાઈલ વર્લ્ડના ચોપડા ચેક થાય તો મોટા ખુલાસા થવાની શક્યતા છે.
ધ્રુવ શાહ અને મોબાઈલ વર્લ્ડમાં ખુલ્લેઆમ જીએસટીની ચોરી કરી ધંધો કરવામાં આવતો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની રહી છે.
આખો ધંધો હવાલાથી ચાલતો હોવાની વાત વચ્ચે કોઈ તપાસ નહિ થતાં મોટાપાયે સરકારની તિજરીને નુકશાન થયાની વાતો ચાલી રહી છે,સાથેજ ધ્રુવ શાહ ના એપલ વર્લ્ડ અને મોબાઇલ વર્લ્ડ બિલ વગર માલ વેચી રહ્યા છે આઈફોન મોબાઈલ,જીએસટી અને બેઝિક કસ્ટમ ડ્યુટીની ચોરી કરી રહ્યા હોવાની વાત તપાસનો વિષય બની છે.
GST અને કસ્ટમ વગરના ફોન ક્યાંથી આવે છે અને કોણ સપ્લાય કરે છે આ વાતના મૂળ સુધી તપાસ થાયતો હવાલાની વિગતો ખુલવાની શકયતા વ્યક્ત કરવામાં આવી આવી રહી છે. હાલમાં વિદેશથી માલ જે રીતે ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે તે જોતા આઈફોન માર્કેટ માં મોટાપાયે દાણચોરી થતી હોવાની વાત પ્રકાશમાં આવી છે ત્યારે ગુજરાતમાં વડોદરાથી સુરત સુધી માલ ક્યાંથી આવે છે અને બિલ વગરનો વહીવટ કેવી રીતે થઈ રહ્યો છે તેની તપાસ કરવામાં આવેતો તેના મૂળ સુધી પહોંચી શકાય તેમ હોવાનું સુત્રોનું કહેવું છે.
હાલમાં વડોદરામાં મોટાપાયે આઈફોનમાં આ રીતે ગેરકાયદે રીતે ધંધો ચાલી રહ્યો છે ત્યારે સબંધિત વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવેતો મોટા ખુલાસા થાય તેમ હોવાનું કહેવાય છે.
છેલ્લે સરકાર મોબાઈલમાં રેડ પડ્યા બાદ કોઈ મોટી રેડ નહિ થતાં વડોદરાના આઈફોન મોબાઈલ માર્કેટમાં બિલ વગર માલ પધરાવી સરકારને લાખ્ખોનો ચૂનો લગાવવામાં આવી રહ્યાનું કહેવાય છે ત્યારે એપલ વર્લ્ડ અને મોબાઈલ વર્લ્ડમાં ચાલતા ગોરખધંધાની તપાસ થાયતો આખો મામલો પ્રકાશમાં આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.