પોલીસ દ્વારા અનેક જગ્યાઓએ સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતા હોવાનું ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તેમજ અનેક જગ્યાઓ પર રેડ પણ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન A.H.T.Uની ટીમને ભાયલી રોડ વિસ્તારમાં અલગ-અલગ દેશમાંથી ટુરિસ્ટ વિઝા પર છોકરીઓ બોલાવી સ્પા ચાલતું હોવાની બાતમી મળી હતી. પોલીસ દ્વારા બાતમીને આધારે તપાસ કરતા સમીર જોષી નામનો વ્યક્તિ કોકણ બિલ્ડીંગના ત્રીજા માળે શી-સોલ્ટ નામનું સ્પા ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પી.આઈ સોલંકીએ સ્ટાફ અને સયાજીગંજ શી-ટીમની સાથે પહોંચી રેડ પાડી હતી.પોલીસ દ્વારા સ્પામાં રેડ પાડતા ત્રણ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા.
જેમાં સ્પાનો માલિક સમીર જોષી, સ્પાની મેનેજર ઓમ કુમારી સુબ્બા અને ત્રીજી ટ્રાન્સજેન્ડર વાયસીસ શ્રીકન્યા નામના વ્યક્તિ મળી આવ્યા હતા.
જેમાં વાયસીસ શ્રીકન્યા થાઈલેન્ડનો ટ્રાન્સજેન્ડ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની પાસેથી પાસપોર્ટ તથા વિઝા માંગતા બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા તેના વર્કિંગ વિઝાની માંગ કરતા તેની પાસે ન હોવાનું જણાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વાયસીસ શ્રીકન્યા થાઈલેન્ડનો ટ્રાન્સજેન્ડર છે. જે 2018માં ઈન્ડિયા આવ્યો હતો. ત્યારબાદ તેનો વિઝા રિન્યુ ન થયો હોવા છતાં તે વગર વિઝાએ ઈન્ડિયામાં રહી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી વગર વિઝાએ ઈન્ડિયામાં રહેતા કિન્નરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ટ્રાન્સજેન્ડર વિરુદ્વ ફોરેનર્સ એક્ટ પ્રમાણે ગૂનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.
પોલીસ દ્વારા અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્પામાં રેડ પાડતા સ્પાનો માલિક સમીર અશ્વીનભાઈ જોષી(રહે-95 સ્નોપલ સો.સા.વાસણા ભાયલી રોડ વડોદરા શહેર) તેમજ મેનેજર(રહે-અટલદારા વસાવા ફળીયું સરકારી સ્કૂલ પાસે અટલાદરા વડોદરા શહેર) અને ટ્રાન્સજેન્ડર (રહે-થાઈલેન્ડન)ની વિરુદ્વ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેની સાથે થાઈલેન્ડના ટ્રાન્સજેન્ડર પાસેથી ઈન્ડિયાના વર્કિંગ વિઝા ન મળતા તેના વિરુદ્વ ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરવામાં આવી..