કોરોના કાળનાં બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિ થઇ રહી છે . પરંતુ જીએસટીએ ખેલૈયાઓની મજા બગાડી છે,કારણ કે 18 ટકા જીએસટી લગાડવાથી ગરબા પાસમાં ધરખમ વધારો થયો છે . ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો . વડોદરાનાં ગરબા દુનિયાભરમાં જાણીતા છે પરંતુ આ વખતે જીએસટી લગાડતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી છે પરંતુ વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો આમાંથી બાકાત છે .
જી.હા. વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં રમવા જનાર ખેલૈયાઓ માટે સારા સમાચાર છે . કારણ કે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલનાં આયોજકો જીએસટી નહીં વસુલે . વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આયોજક મયંક પટેલે વાત કરતાં જણાવ્યું હતુ કે અમે નક્કી કરેલી ફીમાં જ જો જીએસટી ભરવાનો આવશે તો અમારી સંસ્થા જ ભરશે . પરંતુ ખેલૈયા પાસેથી કોઇ પણ પ્રકારની જીએસટીની રકમ લેવામાં આવશે નહીં . મહિલાઓના જે પાસનો ભાવ 200 થી 300 રૂપિયા છે તેમાં માત્ર કુરિયર ચાર્જ લગાવવામાં આવશે . પરંતુ જીએસટી બાબતે અમારી સંસ્થા કોઈ પણ ચાર્જ વસૂલશે નહીં . જો સરકાર દ્વારા જે નિયમ કરવામાં આવ્યો છે તે અનુસાર જીએસટી ભરવાનો થશે તો નોર્મલી ચાર્જમાંથી અમે જાતે જીએસટી ભરી દઈશું .
અમારી સંસ્થા જ જીએસટી ભરશે અને ખેલૈયા પાસેથી વધારાની કોઇ રકમ વસુલ કરવા માં આવશે નહીં તેમ મયંક પટેલે જણાવ્યું હતુ . વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું રજીસ્ટ્રેશન 15 ઓગસ્ટ પછી શરૂ થશે . અત્રે ઉલ્લેખનીય છે કે બે માસના કોરોનાકાળ બાદ નવરાત્રીના પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે . ત્યારે સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા ખેલૈયાઓ પર ભારણમાં વધારો થયો છે . ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્સ નાખતા ખેલૈયામાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે . સાથે આયોજકો પોતાના આયોજનને લઈ અચરજમાં મુકાયા છે .