કર્ણાટકમાં કોંગ્રેસે ખુલ્લેઆમ બજરંગ દળ ઉપર પ્રતિબંધ લગાવવાની વાત કરીને જે હિન્દૂ સંગઠન વિરોધી માહોલ ઉભો કર્યો તેનાથી ફાયદો થયો અને કર્ણાટકમાં જીત મળી હવે કોંગ્રેસ હિન્દૂ સંગઠનનો ના કાર્યક્રમો માં હાજર રહેનાર કોંગ્રેસીઓ સામે પગલાં ભરવાનું શરૂ કર્યું હોય તેમ RSSના કાર્યક્રમમાં હાજર રહેવા બદલ વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર આગેવાન સુરેશ પટેલને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગેનું કારણ તાજેતરમાં વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગના ઉદ્ધાટન પ્રસંગે તેઓ અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા અને આ પ્રસંગે પ્રવન પણ આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનાની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાતા આજે તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે.
