અગાઉ ના વરસો માં દેશી પદ્ધતિ થી લોકો આગાહી કરતા હતા અને ખાસ તો ગામડાઓ માં જયારે ગામના પાદર માં હોળી પ્રગટે ત્યારે પવન ની દિશા જોઈને નક્કી થતું કે આવનારું વર્ષ કેવું રહેશે ,આ માટે હોળી ઉપર એક ધજા રાખવામાં આવતી હતી અને તે હોળી પ્રગટે ત્યારે ધજા જે પવન ની દિશા તરફ જાય તે દિશા પરથી નક્કી થતું કે વર્ષ કેવું જશે. જોકે આ વાત સાચી પડતી અને તેજ વખતે ખેતી કેવી રહેશે તેનો પ્રાથમિક અંદાજ આવી જતો અને લોકો માનસિક રીતે તૈયાર રહેતા હતા
