વડોદરાના ભાદરવા પોલીસ ને કરેલ ફરિયાદ પર કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવા માં ના આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
તરસાલી ખાતે રહેતા નામ કિરણભાઈ અરવિંદભાઈ ઠાકરડા પરિવારની ગાડી ને આતરી ને હુમલાખરોએ હુમલો કર્યો હતો
આ અંગે ગત તા. ૨૭ જુલાઈના રોજ થયેલ જીવલેણ હૂમલાના કાવત્રાખોર અને હુમલાખોરો વિરુદ્ધ ભાદરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાયેલ છે. ભોગ બનનાર ભાનમા આવતા તમામ હકીકત પોલીસ સમક્ષ જણાવ્યા છતાં ભાદરવા પોલિસ સ્ટેશન હજી કોઈ પણ પ્રકાર ઠોસ કાર્યવાહી કરેલ નથી જેથી કરી ને ફરિયાદી ન્યાય અને પોતાના પર થયેલ જીવલેણ હુમલો અને પોતાની સાથે થયેલ લૂટ ના અપરાધી ખૂલે આમ ફરતા હોય અને પોલિસ દ્વારા કોઇ જ કાર્યવાહી ના કરવા માં આવતી હોય તે બાબતે રજૂઆત કરવા માટે આજરોજ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.