ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમમાં વ્યાપક પાણી આવતા ડેમના 32 દરવાજા 1.37 મીટર ખોલવામાં આવતા નર્મદાનદીમાં પુર સ્થિતિનું નિર્માણ થવાની શકયતાને પગલેવડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે નર્મદા કાંઠે આવેલા વડોદરા જિલ્લાનાં 27 ગામો અને લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે.
નર્મદા ડેમના 23 દરવાજા 1.37 મીટર ખોલીને અને વીજ મથકોમાંથી 2.95 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડાઈ રહ્યું હોય હાલ નર્મદા નદીમાં જળ સ્તર વધી રહ્યું છે પરિણામે લોકોની સલામતી માટે વડોદરા કલેક્ટર દ્વારા ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાઓના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓને નર્મદા કાંઠાના તમામ ગામોમાં તકેદારીના જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી છે.
જે ગામોને સતર્ક કરાયા છે તેમાં
ડભોઈ,ચાણોદ,કરનાળી,નંદેરીઆ,
શિનોર,મહી દેવસ્થાન, અનસૂયા ટેમ્પલ , માલસર ,બરકાલ , દિવેર , માંડવા,શિનોર,કંજેઠા, અંબાલી, ઝાંઝડ,મોલેથા,દરિયાપુર, શૂરસામળ, કરજણ,પુરા, આલમપુરા,લીલાઈપુરા, ઓઝ, સોમજ, દેલવાડા,નાની કોરલ, મોટી કોરલ, જૂના સાયર ,સાગડોલ, અરજનપુરા નો સમાવેશ થાય છે.
આ તમામ ગામલોકોને નદી કાંઠે તટમાં નહિ જવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.