વડોદરામાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારના મોભીએ તેની ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં ગઈ તે વખતનો ફાયદો ઉઠાવી પોતાની સગી પાંચ વર્ષની પુત્રી ઉપર નજર બગાડી કુકર્મ કરતા મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો છે.
આરોપી પિતા વાઘોડિયાની કંપનીમાં વેલ્ડર છે, ઘરે તેનો પતિ એકલો હતો ત્યારે તેની ગર્ભવતી પત્ની તબીબને બતાવવા દવાખાને ગઇ તે વખતે સ્કૂલેથી આવેલી પુત્રીને લોલીપોપની રમત રમવાનું કહીને પિતાએ તેની આંખે પટ્ટી મારીને દુષ્કર્મ આચર્યુંં હતુ. આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલી પુત્રીએ રડતાં રડતાં માતા સમક્ષ પિતાએ કરેલા કુકર્મ અંગે વાત જણાવતાં બીજા દિવસે પતિ નોકરીએથી આવતાં પત્નીએ કહ્યું હતું કે ‘કાલે તમે શું કાંડ કર્યું હતું?
આ અંગે પતિએ યોગ્ય જવાબ નહી આપતાં ગુસ્સે ભરાયેલી માતા સીધી પોલીસ મથકે પહોંચી ગઇ હતી અને પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
બાપોદ પોલીસે તુરંત જ માતાની ફરિયાદ લઇને કાર્યવાહી હાથ ધરી ફરિયાદના આધારે આરોપી પિતાની ધરપકડ કરી હતી. આ બનાવના પગલે પૂર્વ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.