વડોદરા માં કોરોના નો કહેર યથાવત છે ત્યારે અહીં ATM થી ત્રણ આર્મી ના જવાનો ને કોરોના નો ચેપ લાગવાની વાત બહાર આવતા લોકો માં હવે એક જાતની નવી ચિંતા ઉભી થઇ છે કોરોના ને કારણે બરોડા માં તાંદલજાની વૃદ્ધાનો ભોગ લેતા શહેરમાં મૃત્યુ આંક 10 પર પહોંચ્યો હતો. 65 વર્ષીય ઝુબેદાબેન માંડવીઆનું ગુરુવારે એસએસજીના આઇસોલેશન વોર્ડમાં સવારે 8.30 કલાકે મોત નિપજ્યું હતું. ગુરુવારે કોરોના પોઝિટિવના વધુ 8 કેસ નોંધાયા હતા. જેમાં ત્રણ આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેને એટીએમમાંથી ચેપ લાગ્યો હોવાનું ખુલતા આ એટીએમનો ઉપયોગ કરનાર અન્ય 28 જવાનોને પણ કવોરેન્ટાઇન કરાયા હતા.ગુરુવારે કોરોનાના ચેપમાં વધુ 8 લોકો ઝપેટ માં આવ્યા છે.જેમાં હરણી-સમાના 3, કાલુપુરા-ફતેપુરાનો એક, શિયાપુરા-નાગરવાડાનો 1 અને ગાજરાવાડીના મોટી વ્હોરવાડનો એક દર્દી હતો. જ્યારે નાગરવાડામાંથી માત્ર 1 કેસ જ પોઝિટિવ આવ્યો હતો.
સંક્રમણનો ભોગ બનનાર જવાનો પાડોશી રાજયમાંથી વડોદરા આવ્યા હોવાની પણ વિગત સપાટી પર આવી છે. ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથેના 28 સૈનિક જવાનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.આમ આર્મી ના જવાનો પણ સંક્રમિત થતા વડોદરા માં કોરોના ને લઈ હજુપણ સાવચેતી વધારી દેવામાં આવી છે.
