વડોદરાના રાજવી પરિવારને પોતાની વિરાસત બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે. વડોદરાના રાજવી પરિવારના રાજમાતા શૂભાંગીની રાજેએ વડોદરના મેયર જિગીશા શેઠ સુધી રજૂઆત કરવા દોડી જવાની નોબત આવી હતી. રાજમાતાની સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત સહિત અનેક નામી હસ્તીઓ રજૂઆત કરી હતી.
એક્સ્પેરિમેન્ટલ સ્કુલના મેદાનમાં આવેલી યુનિવર્સિટીની જમીનમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેવેન્યુ કલેકટરમાં ખોટો કેસ-વિવાદ કરી યુનિ.ની કિમતી-પોતાની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો બિલ્ડરોને લાભ અપાવવાનો કારસો અમુક અધિકારીઑ અને ભાજપના નેતાઓએ કર્યો હોવાનો આરોપ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે કર્યો છે.
નરેન્દ્ર રાવતે કહ્યું કે એમએસ યુનિ અને મ્યુનિ. કોર્પોરેશનની પ્રતિષ્ઠાને નુકશાન થતું અટકાવવા શહેરના હિતમાં કેસ પાછો ખેંચવા અપીલ કરવામાં આવી છે. અને મ્યુનિ. કોર્પોરેશનની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવો કેસ કરવા માટે જવાબદાર અધિકારીઓએ સામે પગલાં લેવાની તેમણે માગણી છે.
તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે કેસ નં.સીટીએસ/અપીલ/108(5) કેસ નં 17/2018 કોર્પોરેશનના કમિશનર અને ભાજપ શાસકો દ્વારા મ.સ. યુનિને રેવન્યુ કોર્ટમાં ઘસડી જઈ યુનિ.ની ત્રીજી જમીન હડપ કરી જવાનો કારસો રચવામાં આવ્યો છે.
આજે મેયરને રજૂઆત કરવામાં આવી ત્યારે નરેન્દ્ર રાવત ઉપરાંત વીસી પરિમલ વ્યાસ સહિતના પ્રતિષ્ઠિત લોકો જોડાયા હતા. મેયર દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.