ભરુચના વાગરા તાલુકાના સુવા ગામમાં એક વર્ષ અને 9 માસની બાળકી પર યુપીના પરપ્રાંતિય યુવાને બળાત્કાર ગુજારતા હાહાકાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલી બાળાને બેભાન અવસ્થામાં ભરૂચ બાદ વધુ સારવાર મમાટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મોડી રાત્રે દહેજ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
માનવતાને શર્મસાર કરતી ઘટના રવિવારે રાત્રે વાગરા તાલુકાના સુવા ગામે ઘટી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે રહેતો મુકેશ બંસીલાલ ચૌધરી છેલ્લાત્રણ વર્ષથી રોજગારી અર્થે દહેજમાં સ્થાયી થયો છે. દહેજની મેગમણી કંપનીમાં લેબરમાં કામ કરી સુવામા ભાડેથી રહેતો હતો. તેની બાજુમાં જ સ્થાનિક પરિવારના મોભી પોતાની પોતાની પત્ની, પાંચ વર્ષના પુત્ર અને એક વર્ષ ત્રણ માસની ફૂલ સમાન પુત્રી સાથે રહેતા હતા.
જે બાદ સ્થળ ઉપરથી તે નાસુ છૂટ્યો હતો. ત્રણ કલાક સુધી માતા-પિતાએ ઘર આંગણે રમી રહેલી પોતાની બાળકીની ગ્રામજનો સાથે શોધખોળ આરંભી હતી. રાત્રે 10 વાગ્યાના અરસામાં બાળકી લોહીથી લથબથ અને બેભાન અવસ્થામાં મળી આવતા માતા-પિતા હતપ્રત બની ગયા હતા.