વડોદરામાં ડાયમંડ ગ્રુપના ભટનાગર બંધુઓએ બેંક પાસેથી લોન લઈને 2654 કરોડનુ કૌભાંડ આચર્યુ છે. પોલીસે ભટનાગર બંધુઓની ધરપકડ પણ કરી છે. ત્યારે હવે બેંક ઓફ બરોડ હરકતમાં આવી છે.
બેંક ઓફ બરોડા દ્વારા સુરેશ ભટનાગરને વિલફુલ ડીફોલ્ટ જાહેર કરવામાં આવ્યો છે. લોન ભરપાઈ ન કરતા બેંક ઓફ બરોડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. બેંક ઓફ બરોડા દ્વારા સુરેશ ભટનાગરને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે.
1122 કરોડની સંપત્તિ કરાઇ છે જપ્ત
2654 કરોડના બેંક કૌભાંડ મામલે EDએ વડોદરામાંથી રૂપિયા 1 હજાર 122 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. જેને લઈને વડોદરામાં ખળભળાટ મચી ગયો છે. EDએ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટકચરની 1122 કરોડની સંપતિ જપ્ત કરી છે.
2654 કરોડની લોન લઈને ફરાર છે ભટનાગર બંધુ
મહત્વનું છે કે 2654 કરોડની લોન લઈને ફરાર થયેલા ભટનાગર બંધુના બંગ્લોઝ, કાર, ફેકટરી સહિત અનેક નામી અનામી મિલકોત જપ્ત કરીને 1122 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે.