વડોદરામાં કોરોનાનો ત્રીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્યક્તિ 14મી માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા પરત આવ્યો હતો. સયાજી હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં 52 વર્ષના દર્દીને રાખવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે ગત રોજ એકજ દિવસમાં બે પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ આઠ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના ત્રણ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. બે દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં મ્યુનિ. કોર્પોરેશનની હદના છે, જ્યારે અન્ય એક કેસ મ્યુનિ.ની હદ બહારના ગ્રામીણ બોપલનો હોવાથી તે અંગે જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે. કોરોનાનો ત્રીજો તબક્કો અને ચોથો તબક્કો વધુ આકરો હશે તે ભય સાચો પડવા માંડયો છે. અત્યંત ચેપી વાયરસને વધુ ફેલાતો અટકાવવા મ્યુનિ. કોર્પોરેશને કેટલાક મહત્ત્વના પગલાની જાહેરાત કરી છે.
આ અંગે કમિશ્નર વિજય નેહરાએ સવારના ગાળામાં મેયર સાથે મિટિંગ કર્યા બાદ મહિલા દર્દીઓ વિદેશથી આવેલા હતા અને હોમ કોરેન્ટાઇનમાં મ્યુનિ.ના મોનિટરીંગ વચ્ચે હતા. એક ૩૪ વર્ષના મહિલા ફિનલેન્ડ ખાતેથી દિલ્હી થઈ અમદાવાદ આવેલા. જેમને શરદી, ખાંસી, તાવના લક્ષણો દેખાતા તા. ૧૮મીએ એસવીપી હોસ્પિટલાં દાખલ કરાયા હતા. જ્યારે બીજી ૨૧ વર્ષની યુવતી અમેરિકાથી ખાતેથી મુંબઈ થઈને અમદાવાદ આવેલ છે જેમની તબિયત બગડતા તા. ૧૭મીએ એસવીપીમાં દાખલ કરાયા હતા. બન્ને મહિલાના સેમ્પલ તપાસ માટે બી. જે. મેડિકલ કોલેજમાં મોકલાતા તે પોઝીટીવ હોવાનું જણાયું હતું.