વડોદરા સેન્ટ્રલ જેલ વારવાર ચર્ચામાં આવતી હોય છે ત્યારે આ જેલનો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક જેલનો આરોપી અંદર જ કોલ સેન્ટર ચલાવતો હોવાનુ સામે આવતા ઘણા સવાલો ઉભા થયા છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય પણ બન્યો છે.જેલની અંદર આ કેદી પાસે મોબાઈલ કંયાથી આવ્યો અને કોના રહેમ નજર હેઠળ આ અંદર કોલ સેન્ટર ચલાવતો હતો તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.
શહેર ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીના આધારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલસેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા છેલ્લા ઘણા સમયથી જેલની અંદર જ કોલસેન્ટર ચલાવતો હોવાની માહિતા મળી હતી. જેની જાણ થતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ વોચ રાખી અને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સલીમ જર્દા પાસેથી મોબાઈલ મળી આવ્યા હતો. સલીમ જર્દા ફોન પર એક મિનિટ વાત કરવાનો કેદીએ પાસથી 100 રૂપિયા વસુલતો હતો.
સલીમ જર્દાના 21 મોબાઈલ 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હોવાનું સામે આવ્યુ છે. જેલમાં એક અઠવાડિયાનું ફોન વાપરવાનું ભાડું 200 રૂપિયા વસુલવામાં આવતુ હતુ. ક્રાઈમ બ્રાંચ દ્વારા એક અઠવાડિયાની તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને મોબાઈલ જપ્ત કરતા સ્થાનિક પોલીસ અને જેલના સત્તાધિશો સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. વડોદરાની જેલમાં જામર તો લગાવવામાં આવ્યા છે, જો કે જેલમાં લાગેલા જામર માત્ર શોભાના ગાઠિયા હોય તેવુ લાગી રહ્યું છે.