પાટીદાર અનામત આંદોલનના નેતા ગોપાલ ઈટાલિયાની આણઁદ પોલીસ દ્વારા એક જુના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસ આર્મ્સ એક્ટનો હોવાનું જણાઈ રહ્યું છે, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસમાં તે ઘણા સમયથી ફરાર હતો.
નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર ઇનામત આંદોલનમાં હાર્દિક પટેલની સભા ગજવી ચુક્યા છે અને હાલ તેઓ દેશના બંધારણ અને કાયદાઓ વિશે કાયદા કથા આયોજીત કરીને લોક જાગૃતિનું કામ કરતા હતા. ગોપાલ ઈટાલિયા પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને ત્યારબાદ ધંધુકા કલેક્ટરની કચેરીમાં ક્લાર્કનું કામ કરતા હતા.પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં ઈટાલીયાએ તેમાં ઝંપલાવ્યું હતું.