વડોદરામાં વરસેલા વરસાદના ત્રીજા દિવસે પણ કેટલાય વિસ્તારમાં પાણી ભરાયેલા રહેતા જીવન જરૂરિયાતની વસ્તુઓની કાળાબજારી ચાલી રહી છે. 20 રૂપિયાની દુધની થેલી 50 રૂપિયામાં વેચાઈ હતી.
દૂધએ પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે શહેરમાં ભરાયેલા પાણીનો ગેરલાભ લઈ કેટલાક દૂધના વિક્રેતાઓએ દૂધના ભાવ વધારી દીધા હતા. અને લોકો પાસેથી મનફાવે તેવા ભાવ વસુલ્યા હતા. જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી. પરંતુ મજબૂર લોકોએ વધુ રૂપિયા ખર્ચીને પણ દૂધ ખરીદવા લાઈન લગાવી હતી.