ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસને પગલે ભારત સરકાર પણ એલર્ટ બન્યું છે. અને ભારતના તમામ એરપોર્ટ પર હેલ્થ ચેકઅપની સુચના અપાઇ છે, ત્યારે વડોદરા એરપોર્ટ પર પણ આ જ નિર્દેશનાં ભાગરૂપે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યુ છે. મુસાફરોને એરપોર્ટ પર આવતા જો કોઇ રીતે સ્વાસ્થ્ય ઠીક ન જણાય તો તાત્કાલિક તેઓ હેલ્પ ડેસ્કની મદદથી સારવાર મેળવવાની માહિતી મેળવી શકે. જો કે વડોદરામાં ફક્ત મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ જેવી ડોમેસ્ટિક ફ્લાઇટ્સની અવર જવર હોય છે. તેથી વધારે ચિંતા નથી પરંતુ તેમ છતાં મુસાફરોની સુવિધાને લઇને એરપોર્ટ ઓથોરીટીએ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
કોરોના વાઇરસને પગલે ભારત સરકારનાં નિર્દેશ અનુસાર દરેક એરપોર્ટ પર હેલ્થ ચેકઅપ કરવાની સુચના અપાઇ છે, ત્યારે વડોદરા એરપોર્ટ પર પણ હેલ્પ ડેસ્ક શરૂ મુસાફરોનું મેડિકલ ચેકપ કરાઇ રહ્યું છે.
ચાઇનામાં ઝડપથી વધી રહેલા કોરોના વાઇરસનાં કેસોએ વિશ્વ આખામાં ચિંતા ફેલાવી છે. કોરોનાનો પ્રથમ કેસ ભારતમાં પણ સામે આવ્યાં બાદ ભારતનાં શહેરોના એરપોર્ટ પર આવી રહેલ મુસાફરોની હેલ્થ ચેકઅપ કરવાની સુચના ભારત સરકારે આપી છે, ત્યારે વડોદરા એરપોર્ટ પર પણ આ જ નિર્દેશનાં ભાગરૂપે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યુ છે. જેથી મુસાફરોને એરપોર્ટ પર આવતા જો કોઇ રીતે સ્વાસ્થ્ય ઠીક ન જણાય તો તાત્કાલિક તેઓ હેલ્પ ડેસ્કની મદદથી સારવાર મેળવવાની માહીતી મેળવી શકે.