વડોદરામાં કોરોના પોઝિટિવ 45 કોરોનાગ્રસ્ત દર્દીઓએ એક સાોથે કોરોનાને માત આપી છે. કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજે આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી એક સાથે રજા આપવામાં આવશે. વડોદરાનાં પ્રભારી સચિવ વિનોદ રાવે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોના મુક્ત થયેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનર બનવા માટે તૈયારી દર્શાવી છે. તમામ 45 કોરોનામાંથી સ્વસ્થ થયેલા 45 દર્દીઓનું તબીબ દ્વારા કાઉન્સિંલિગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે.
