વડોદરાસામાં સ્થાનીકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા છે. બે વર્ષથી અકોટાના ધારાસભ્ય સીમા મોહિલે,5 વર્ષથી સાંસદ રંજનબેન ભટ્ટ ખોવાયા હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ છે. બેનર્સમાં વિકાસ તો તમારો થયો અમારા તો ઘરના વિનાશ થયા હોવાનુ વાક્ય લખીને આક્રોશ પણ વ્યક્ત કરાયો છે.
ઉમેદવારો ચૂંટાયા પછી વિસ્તારમાં આવતા જ ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યુ છે..વિશ્વામિત્રી રોડ પર ઠેર-ઠેર ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. બીજીતરફ, અકોટાના ભાજપના ધારાસભ્ય સીમાબહેન મોહિલે પોતાનો લુલો બચાવ કરતા કહ્યુ કે, જો કોઈ પ્રાથમિક સુવિધાનો અભાવ હશે તો તેને દુર કરાશે. ચૂંટણી સમયે ચૂંટણી બહિષ્કારના બેનરોની કોઈ અસર નહી થાય.